



કોરડા ગામ કાનાબાર (સેજાણી), ગણાત્રા
પરિવાર,પાયાપટેલ પરિવારો,કોરડીયા સોની પરિવારો તથા નુખ પરિવારના કુળદેવી શ્રી પીપળેશ્વર મહાદેવજી મંદિર
કોરડાનો ઇતિહાસ
લોહાણા(કાનાબાર)(સેજાણી)પરિવારની ૮૩મી પેઢીએ સેદેવદાદા તે મુળ કાઠીયાવાડના મૂળી ગામના વતની મુળીથી દાદા
સેદેવ પાલનપુર એજન્સીના વારાહી તાલુકાના કોરડા ગામે આવીને રહ્યા પણ તે કાનાબાર કુટુંબનું એક જ પાંખીયુ
આવ્યું બાકી કાઠીયાવાડ, વિગેરે ઠેકાણે કાનાબારની મોટી વસ્તી છે તેમાં કાનાબાર કુટુંબની શાખા વાંસણી પણ
છે. આ તરફ આવેલું પાંખીયુ કુળદેવી તરીકે અમુક દેવીને તે નામ યાદ નથી પુજતુ હતુ ત્યાં નાના છોકરાને
વાળ(બાબરી) ઉતારવતા ઘઉંમગની ખીચડીનું જમણ થતું હતું.
કોરડા આવ્યા પછી દાદા સદેવને સ્વપ્રમાં શ્રી મહાદેવજીએ આવીને કહ્યુ કે કોરડા ગામ બહાર પીપળાનું થડ છે
તેના ઉપર ગાય દરરોજ દુધ જરી જાય છે. તેમને તમો અને તારા વંસજો પીપળેશ્વર મહાદેવજી તરીકેમાનજો અને
પીપળાના થડ ઉપર મારુ દેરૂ ચણાવજો તે ઉપરથી પીપળાના થડ ઉપર દાદા સેદેવે દેર ચણાવેલું અને છોકરાના જન્મના
પાંચ બ્રાહ્મણ જમાડવાનો ઠરાવ કયા જયાં સુધી જન્મના પાંરા, પરણ્યાના પાંચ,ત્યા જનોઈ ના પાંચ મળી કુલ પંદર
બ્રાહ્મણ જમાડી પીપળેશ્વર મહાદેવ પાસે મોડીયા નઉતાર્યો હોય ત્યાં સુધી પરણેલી જોડી(યુગલ)દેરા ઉપર ચડી
દર્શન નહીં કરતા નીચે ઉભા રહી સામેથી પગે લાગે છે (દર્શન કરે છે.)
સ્વપ્નમાં સેદેવ પ્રદાને મહાદેવજી એ કહેલુ કે તારે ફલાણા કોળી પાસે (નામ યાદ નથી) લેણું છે અને તેની આ
જમીન છે લેણા પેટે તને આ જમીન ઢોર તથા ચારના અખાડા આવશે.
તે લઇ તેનું વ્હેણુ તુ મેંડી વાળી તેજમીનમાં મારૂ દેરૂ ચણાવજે તે મુજબ કોરડા ગામની બહાર પીપળાના થડ ઉપર
દૈરૂ ચણાવેલુ વખત જતાં ત્યાં પુષ્કળ ખાર હોઈ ખરડો કરી આ દેરૂ પહેલાથી નાના પ્રમાણમાં ચણાવેલ જે હયાત
હતું પરંતુ તે મંદિરને ખાર લાગતાં કોરડા ગામના લોહાણા ભાઈઓએ હારીજ ભાઈ દયાલજી ડાસજીનો સંપર્ક સાધી
હારીજમાંથી ભાઈ દયાલજીએ પોતાની સારી લાગવગથી બજારમાંથી સાર પ્રમાણમાં ખરડો કરાવી આપ્યો તે સિવાય કોરડાના
લોહાણા ભાઈઓએ જે આપી શકે તેવા કાના- બાર કુટુંબોમાંથી તથા બીજા લોહાણા ભાઈઓએ પાસેથી ખરડો ઉઘરાવી આ
મંદિરને ફેર મરામત કરાવી તથા મંદિરને ફરતો વરંડો પણ કરાવ્યો વરંડાનો પાયો ખોદતાં મુસ્લીમ અમલના
વટલાવલાના ત્રાસના કારણે ત્યાંના બ્રાહ્મણો મુર્તિઓ દેરા પાસે દાટીને નાસી છુટેલા તે મૂર્તિઓ વરંડાનો
પાયો ખોદતાં નીચેથી નીકળી (સંવત ૧૯૮૦ આસપાસ)તે મુર્તિઓ ગામના મંદિરમાં પધારવવામાં આવી હતી હાલે તે
મુર્તિઓનાં મંદિરમાં દર્શન થાય છે વસ્તરેલી વૃધ્ધિ થતાં કાનાબાર નું સેજાણી કુટુંબ આસપાસના ગામોમાં
ફેલાણુ તેમાં ડોસજી મોહન લોલાડા તથા વારાહીમાં મોતીલાલ રૂગનાથ જેતશી, માવજી જેતશી, ભોજા ખેતશી,
વારાહીમાં પચાણ વસરામ પાંખીયુ યરા તરફ જેવત પાંખીયુ કોલાડામાં, પરમજીપાખીયુ કોટડા (દિયોદર) ગૌસેંણ
રકુડીયા તેરવાડા, રૂવેલ, ટોટાણા, દેવકાપડી વિગેરે ગામોમાં પથરાયુ છે.
The history of the Shree Pipleshwar Mahadev in Korda, the Kuldevi (family deity) of the Ganatra family, Payya families (Patel), Kordia
Soni families, and the Kanabar (Sojani) family:
The Kanabar (Sojani) family of the Lohana community traces its lineage back to 83 generations, with
the forefather being Sedev Dada, originally from the village of Muli in Kathiawar. From Muli, Dada
Sedev moved to the village of Korda in the Varahi taluka of the Palanpur agency. However, only one
branch of the Kanabar family migrated to Korda, while the larger population of Kanabar families
remained in other places, such as Kathiawar. There is also a branch of the Kanabar family in
Vanshni.
This migrated branch worshiped a certain Goddess as their Kuldevi, whose name is not recalled. They
used to offer food made of wheat and serve a dish called "khichdi" (a mixture of rice and
lentils) when a young boy's hair was first cut (Babar ceremony).
After arriving in Korda, Dada Sedev had a vision in which Lord Mahadev appeared to him and told him
that there was a pipal (sacred fig) tree outside the village where a cow would regularly pour her
milk. The Lord instructed him and his descendants to worship this spot as Shri Pipleshwar Mahadev and to
construct a shrine on the pipal tree's trunk. Following this vision, Dada Sedev built a shrine
there, and it became customary to feed five Brahmins whenever a child was born, during thread
ceremonies (Janoi), and at marriages. The total of fifteen Brahmins would be fed, and until they had
partaken in the offerings at Shri Pipleshwar Mahadev, the newlywed couple would not climb up to the
shrine for darshan (worship) but would stand below and pay their respects from there.
In another vision, Lord Mahadev told Sedev Pradhan that he had a debt owed by a certain Koli who
owned a piece of land. The Lord instructed Sedev to collect his debt in the form of that land, which
would be enough for a cattle pen and four enclosures. As instructed, Sedev acquired the land and
built a shrine for Lord Mahadev on the pipal tree.
Over time, the shrine was affected by salinity in the area, so the Lohana community of Korda reached
out to Harij Bhai Dayalji Dasji in Harij for assistance. Harij Bhai, using his good connections,
managed to procure high-quality materials for the shrine's renovation, along with contributions
collected from the Kanabar families and other Lohanas. The renovated shrine was also expanded with a
surrounding verandah. While digging the foundation for the verandah, they uncovered idols buried
during the Muslim reign by Brahmins who had fled in fear. These idols, found around 1924, were later
installed in the temple where they are still worshipped today.
As the Kanabar family grew, they spread to surrounding villages. The Sejani branch of the Kanabar
family settled in nearby villages, including Dosji Mohan in Lolada, Motilal Rughunath Jetshi, Mavji
Jetshi, and Bhoja Khetshi in Varahi, Pachhan Vasram’s branch in Yera, Jevat’s branch in
Kolada, Paramji's branch in Kotda (Diyodar), and others in Gaussen, Rukadiya, Terwada, Ruvel,
Totana, and Devkapadi.
શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ શિવજીની આરાધના માટે આરતીનું વિશેષ મહત્વ છે. પ્રભાતે
શરૂ થતી શિવલિંગની પૂજા અને અભિષેક પછી ભક્તિપૂર્વક પ્રભાત આરતીનું આયોજન થાય છે, જે પવિત્ર
મંત્રોચ્ચાર અને દિવ્ય વાતાવરણ સાથે મનને શાંતિ આપે છે.
Morning Aarti (પ્રભાત
આરતી): 8:00 AM
શિવજીના દિવસની શરુઆત પ્રભાત આરતીના પવિત્ર મંત્રો અને દિવ્ય ઊર્જાથી કરો. આ આરતી
ભક્તિપૂર્વક શરુ થાય છે અને તમામ ભાવિકોને શિવજીના આશીર્વાદની અનુભૂતિ કરાવે છે.
Evening Aarti (સાંજ
આરતી): 7:00 PM
શિવજીની સાથે દિવસ પૂર્ણ કરો સાંજ આરતીના પવિત્ર જ્યોત સાથે. આ આરતીમાં જોડાઈને ભક્તિ અને
શાંતિનો અનુભવ કરો, જે શિવજીના ચરણોમાં આધીન છે.
આવો અને શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના વિશેષ તહેવારો અને કાર્યક્રમોમાં ભાગ લઇ શિવજીના
ચરણોમાં ભક્તિનો અનોખો અનુભવ મેળવો. ખાસ આયોજનમાં હવન, મહાપૂજા, શિવલિંગ અભિષેક, ભજન-કીર્તન
અને આરતીના દિવ્ય દ્રશ્યોનો આનંદ માણો. આ ખાસ દિવસો તમારા જીવનમાં નવી આશા.
MahaShivratri
(મહાશિવરાત્રી): 9:00 AM to 2:00 PM
ભક્તિ અને ભાવે શિવજીની વિશેષ પૂજા માટે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી પીપળેશ્વર મહાદેવ
મંદિરમાં જોડાઓ. આ શુભ દિવસે શિવજીના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરો.
Every Amas (દર અમાસ):
9:00 AM to 2:00 PM
શિવજીના ચરણોમાં અમાસના પવિત્ર દિવસે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા વિશેષ પૂજા અને અભિષેકનું
આયોજન થાય છે. ભક્તિપૂર્વક આ પ્રસંગોમાં જોડાઈને શિવજીના આશીર્વાદ મેળવો.
શ્રી પીપળેશ્વર મહાદેવ
મંદિર માટે દાનની વિગતો
આપને વિનંતી છે કે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના વિકાસ અને જતન માટે દાન આપીને આ પવિત્ર
સ્થાનને સહકાર આપો. આપના ઉદાર દાનથી દૈનિક વિધિ, મંદિરની જાળવણી અને મંદિર દ્વારા આયોજિત સમૂહ
સેવા પ્રવૃત્તિઓમાં મદદ થશે.
દરેક ઉદાર યોગદાન, નાના હોય કે મોટા, અમારું દિલથી
સ્વાગત છે અને તે ભક્તિ અને સેવા માટે મદદરૂપ થશે.
નોંધ: કૃપા કરીને દાન આપતી વખતે તમારું નામ અને સંપર્ક વિગતો જરૂરથી દાખલ કરો જેથી તેનું
યોગ્ય રેકોર્ડ રાખી શકાય. કોઈપણ પ્રશ્ન માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો: [સંપર્ક વિગતો દાખલ
કરો.
ભગવાન શિવ તમારી પર કૃપા વરસાવે અને આપના ઉદાર દાન માટે આશીર્વાદ આપે.
હર હર મહાદેવ!


